



ચીને હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનને વધારે મજબૂત બનાવવા પાક નેવી માટે એક અત્યાધુનિક યુધ્ધ જહાજનુ નિર્માણ કર્યુ છે.શાંઘાઈના શિપયાર્ડમાં શિપને લોન્ચ કરવામાં આવ્યુ હતુ.પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે, આ નવુ જહાજ પાક નેવીમાં સામેલ સૌથી અત્યાધુનિક જહાજો પૈકીનુ એક છે. અત્યાધુનિક સરફેર, સબ સરફેસ અને એન્ટી એર વેપન સિસ્ટમ લગાવવામાં આવી છે.ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેર માટે તેમજ જમીન તથા આકાશમાં નજર રાખવા માટેના ઉપકરણો અને સેન્સર લગાવવામાં આવશે. આ જહાજ સામેલ થયા બાદ પાક નેવીની ક્ષમતામાં વધારો થશે. ચીન અને પાકિસ્તાન વચ્ચે ઘાતક હથિયારો માટેની ડીલ પણ થઈ રહી છે. જે ભારત માટે ખતરાની ઘંટડી છે.ચીન સાથે પાકિસ્તાને હથિયારો માટે સાત અબજ ડોલરની ડીલ તાજેતરમાં કરી હતી. ચીન પાકિસ્તાનને આઠ સબમરિન પણ આપવાનુ છે. આ પૈકીના ચાર સબમરિન પાકિસ્તાનને 2023માં મળી જશે.