



આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આ દેશમાં રહેનારાઓના ડીએનએ એક છે, હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ભગવાન રામ અમારા પૂર્વ જ છે જે જય શ્રીરામ નથી બોલતા, તેના ડીએનએ પર મને થોડી શંકા છે. મુખ્યમંત્રી યોગીએ ગોરખપુરમાં ‘હિન્દુસ્તાન’ સમાગમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરમ્યાન ‘હિન્દુસ્તાન’ના એડિટર ઇન ચીફ શશી શેખરને આપેલા ઇન્ટરવ્યુમાં યોગીએ અનેક મુદા પર ખુલીને વાત કરી હતી. દરમ્યાન જય શ્રીરામને લઇને પૂછાયેલા એક સવાલના જવાબમાં સીએમ યોગીએ જણાવ્યું હતું કે મને નથી લાગતુ કે યુપી કે દેશના કોઇ વ્યકિતને જય શ્રીરામ બોલવામાં તકલીફ પડે. રામ આપણા પૂર્વજ હતા આપણને તેમના પર ગૌરવ થવું જોઇએ. જે લોકો આમ નથી માનતા તેમના ડીએનએ પર મને થોડી શંકા છે.