ગાંધીનગર : 15 વર્ષ જૂનાં વાહનો ભંગાર ભેગા થશે
Aastha Magazine
ગાંધીનગર : 15 વર્ષ જૂનાં વાહનો ભંગાર ભેગા થશે
ગાંધીનગર સમાચાર

ગાંધીનગર : 15 વર્ષ જૂનાં વાહનો ભંગાર ભેગા થશે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂના વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે.જેમાં સાણંદ,વિરમગામ,માંડલ,બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાંજ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે.કેન્દ્ર સરકાર દ્રારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલીસીની જાહેરાત કરી હતી. આ પોલિસીના આધારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરશે. જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ R પર આધારિત આ પોલીસીનો રોડમેપ જાહેરાત કરવામા આવશે. સ્ક્રેપ યાર્ડ મોટાભાગે ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવશે.ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન: ઉપયોગ કરવાને લઈને ભાર આપવામાં આવ્યો છે.જૂના વાહનોના કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદુષણની માત્રાને નિયંત્રિત કરવા માટે થઈને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબધં મૂકવો તેવો પણ ભાર મૂકવામાં આવ્યો છે.

Related posts

ગાંધીનગર : કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું

aasthamagazine

સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

10મી માર્ચથી ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો નું આયોજન

aasthamagazine

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમો રદ કર્યા

aasthamagazine

કેબિનેટ બેઠક : પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

aasthamagazine

Leave a Comment