યુવાનાને આતંકવાદી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
Aastha Magazine
યુવાનાને આતંકવાદી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
આંતરરાષ્ટ્રીય

યુવાનાને આતંકવાદી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે

પાકિસ્તાનથી પ્રોત્સાહિત આતંકવાદ કાશ્મીરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આતંકી પ્રવૃત્તિઓ વધારવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. આતંકીઓ તરફથી યુવાનાને ભરતી કરવા માટે હવે ઓનલાઇન તાલીમ આપવામાં આવી રહી છે.હાલમાં ઝડપાયેલા આતંકીની પૂછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો. જેમાં આતંકીઓના મુખિયાઓ તરફથી આતંક ફેલાવાની ઓનલાઇન તાલીમ આપવાનું સામે આવ્યું છે. આ કારણે તેઓ સુરક્ષા દળો માટે પણ પડકાર સાબિત થઇ રહ્યા છે કારણ કે સુરક્ષા દળોની પકડથી દૂર રહીને તેઓ યુવાનોને આતંકવાદમાં ભરતી કરી રહ્યા છે.અનંતનાગ પોલીસે લશ્કરના ચાર આતંકીઓની ધરપકડ કરી હતી. જે યુવાનોને આતંકવાદમાં ભરતી કરવા માટે ઓનલાઇન તાલીમ આપી રહ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેઓ આતંકીઓના કમાન્ડરોના સંપર્કમાં રહેતા અને તેમની પાસેથી મળેલી આતંકી તાલીમ યુવાનાને આપતાં. આતંકવાદમાં યુવાનોની ભરતી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરતાં હતા. જે પછી તેમને ઓનલાઇન તાલીમ આપવામાં આવતી હતી. આ દરમિયાન જે યુવાન આતંકી બનવા માંગતો એને કમાન્ડર સુધી પહોંચાડવામાં આવતો હતો.ભટકેલા યુવાનાને આતંકવાદમાં ભરતી કરવા માટે અનેક પ્રકારની લાલચ આપવામાં આવતી હતી. તેમની ઓનલાઇન ક્લાસ દરમિયાન ઘણીવાર આતંકીઓને પણ સામેલ કરવામાં આવતાં હતા. જેથી યુવાનોનો સીધો સંપર્ક થઇ શકતો. તેમની આ પ્રકારની વૃત્તિ યુવાનોને ફસાવામાં મદદ કરતી હતી.

Related posts

ગ્લોબલ વાર્મિગ શું છે ? ગ્લોબલ વોર્મિગ નું કારણ

aasthamagazine

Speed News – 25/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

તુર્કીમાં 24,617 મૃત્યુ અને સીરિયામાં 3500 થી વધુ મૃત્યુ

aasthamagazine

પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ

aasthamagazine

વિશ્વના ખૂણે વસતા ગુજરાતીઓ માટે ‘વતન પ્રેમ યોજના’ની જાહેરાત

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment