



રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ વરસાદ મન મુકીને વરસી રહ્યો નથી. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઝરમર, છૂટોછવાયો અને ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાંક લોકો વરસાદની આશા રાખીને બેઠા છે. સૌને સવાલ થાય છે કે વરસાદ ક્યારે આવશે? ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરતા કહ્યું કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ આવી શકે છે.હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બુધવાર બાદ વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી જોવા મળી શકે છે.