



ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. એ બાદ હવે સરકારે આખા શહેરના તમામ લોકોનો ટેસ્ટ કરવાનુ નક્કી કર્યુ છે.વુહાનમાં ડિસેમ્બર 2019માં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. એ પછી આ વાયરસ જોત જોતામાં દુનિયામાં ફેલાઈ ગયો હતો. હજી પણ તેનો કહેર યથાવત છે અને લાખો લોકો જીવ ગુમાવી ચુકયા છે.વુહાનના અધિકારીએ કહ્યુ હતુ કે, 1.1 કરોડની વસતીવાળા શહેરના તમામ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવશે. શહેરના તમામ નાગરિકોને ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.વાહન વ્યવહાર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.મંગળવારે ચીનમાં 61 કેસ નોંધાયા છે અને આ તમામ કેસ ડેલ્ટા વેરિએન્ટના હોવાનુ મનાઈ રહ્યુ છે. ચીનની રાજધાની બિજિંગ સહિતના મુખ્ય શહેરોમાં લાખો લોકોનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.નાનજિંગ શહેરમાં સ્થિતિ ખરાબ છે