



સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગપે દાહોદ જિલ્લામાં રાયકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વચ્ર્યુઅલ સંવાદ કર્યેા હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી ને એ અંગે પૂછયું હતું અને તેનો જવાબ નકારમાં મળતા વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ગુજરાતના અધિકારીઓને તો લોકોની સેવા થાય તે મુજબ કામ કરવાની ટેવ પડી ગઇ છે.
રાજકોટ ખાતે સરકારી શાળામાં સફાઇ કામદાર તરીકે કામ કરતા નયનાબેન જોષી સાથેની વાતચીતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે રાજકોટનું મારા પર મોટુ ઋણ છે. ધારાસભ્ય તરીકે પ્રથમ વખત હત્પં અહીંથી ચૂંટાયો હતો. રાજકોટમાં પાણીની કેવી તંગી હતી તેનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કરીને કહ્યું હતુ કે પહેલા ખાડા કરીને પાવલે પાવલે પાણી મેળવવામાં આવતું હતુ. આજે કચ્છ સુધી પાણી પહોંચી રહ્યું છે.ભારતે કોરોના સંક્રમણના પ્રથમ દિવસથી આ સંકટને સમજીને એના પણ કામ કયુ. આજે વિશ્વભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઇ રહ્યાં છે. આ યોજના પાછળ સરકાર દ્રારા ૨ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. એનો હેતુ ભારતની એકપણ વ્યકિત ભૂખી ન સૂવે એ છે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલાં કરતાં બેગણી માત્રામાં અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલવાની છે.
ગુજરાતમાં સાડાત્રણ કરોડ લાભાર્થીને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. આ માટે ગુજરાત સરકારની પ્રશંસા કં છું. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પ્રાથમિકતા આપી છે. શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષેામાં ગુજરાતનો વિકાસ નવી ઐંચાઇએ પહોંચ્યો છે. આજે ગુજરાતના લાખો પરિવારને પીએમ ગરીબ મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. આ યોજના એક વર્ષથી ચાલી રહી છે, જેથી આ દેશનો કોઇપણ ગરીબ ભૂખ્યો ન સૂવે. ગરીબના મનમાં પણ એનાથી વિશ્વાસ ઊભો થયો છે.
ગુજરાતના એક મોટા ભાગમાં પાણી માટે મહિલાઓને ચાલીને જવું પડતું હતું. રાજકોટમાં પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી. પરંતુ આજે સરદાર સરોવર ડેમ,સૌની યોજના, કેનલોના નેટવર્કથી નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે. જેના કારણે આજે ગુજરાત ૧૦૦ ટકા નળ સે જલ ઉપલ્બધ કરાવવામાં બહત્પ દૂર નથી. આ પરિવર્તન હવે આખો દેશ અનુભવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના લાભાર્થી સાથે વાત કરતા નવી રેલવેસેવા અંગે અને વડનગરના વિકાસ અંગે વાતો કરી હતી. રેલવેમાં લાભાર્થીએ યાત્રા કરી છે કે નહીં, કેવો અનુભવ રહ્યો એ અંગે પૂછયું હતું. તેમણે દાહોદનાં દિવ્યાંગ લાભાર્થી વર્ષાબેન ભૂરિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવામાં કોઇ સમસ્યા આવે છે કે નહીં એ અંગે પૂછયું હતું. દિવ્યાંગ સહાય તેમને મળે છે કે નહીં એ અંગે પણ તેમણે પૂછયું હતું.
વડાપ્રધાને રાજકોટના લાભાર્થી સાથે વાત કરી હતી અને અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મળી રહે છે. આ યોજનાનો લાભ લેવામાં કોઇ તકલીફ પડી છે કે નહીં. એમાં લાભાર્થીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં આ યોજના હેઠળ અનાજ મળવાથી ઘણી રાહત છે. નરેન્દ્ર મોદીએ આ તકે પોતે પહેલીવાર ધારાસભ્ય બન્યા એને યાદ કરીને રાજકોટની જનતાનો આભાર માન્યો હતો.