



તારીખ 9 ઓગસ્ટથી શ્રાવણ મહીનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસને લઇને ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર sop જાહેર કરશે. શ્રાવણ માસમાં મોટા તીર્થધામોમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે. શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે સરકારની પ્રતિબંધ લગાવવાની વિચારણા છે.સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.