



મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો એકત્ર થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ અમુકે તો માસ્ક પણ પહેર્યા ન હોય તેમ નજરે પડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો.વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તેઓ પ્રથમવાર રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. આથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીનું સ્વાગત ઢોલ-નગારા અને બેન્ડવાજાથી કરવામાં આવ્યું હતું. આ સમયે કાર્યકરો અને લોકોના ટોળા જોવા મળ્યા હતા.