



માનસિક ક્ષતિવાળા બાળકો માટે રૂા.૨૬.૬૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ગૃહનું ભૂમિપૂજન: દિવ્યાંગ બાળકોએ સામૂહિક રીતે હેપી બર્થ ડેના ગાનથી શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભાવવિભોર બન્યા: મેયર, ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના નેતાઓ પણ ભોજનમાં જોડાયા
વિજયભાઇ રૂપાણીએ આજે તેમના જન્મદિવસે દિવ્યાંગ બાળકોની મુલાકાત લઇ ખબર અંતર પુછીને તેમની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવ્યા હતાં. આ વેળા દિવ્યાંગ બાળકોએ સામૂહિક રીતે હેપી બર્થ ડેની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભાવ વિભોર બન્યા હતાં. તેમજ દિવ્યાંગ શંકરભાઇએ બાર બાર યે દિલ કરે, તુમ જીઓ હજારો સાલ, દિલ મે હે યે આરઝુ, હેપી બર્થ ડે ટુ યુ ગીત ગાઇને વ્યકિતગત રીતે પણ મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ તેમના આ જન્મદિને આ સંસ્થા ખાતેના દિવ્યાંગ બાળકો સાથે ભોજન પણ કયુ હતું.વિજયભાઇ રૂપાણીના ૬૪માં જન્મદિને તથા સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાયભરમાં પ્રારભં થયેલ પાંચ વર્ષ, આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના કાર્યક્રમની શૃંખલા અન્વયે સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટના કાલાવડ રોડ સ્થિત રૂા.૨૬.૬૧ કરોડના ખર્ચે બનનારા માનસિક ક્ષતિવાળા બાળકો, ભાઇઓ અને બહેનોના ગૃહના ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કયુ હતું.