



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા e-RUPI લૉન્ચ કર્યુ છે. ઈ-રૂપી એક ઈ વાઉચર બેઝ઼્ડ ડિજિટલ પેમેન્ટ સૉલ્યુશન છે. આ નવા પેમેન્ટ સૉલ્યુશનનો લાભ દેશભરના કરોડો લાભાર્થીઓને મળશે. આ ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેસ માધ્યમ છે. વળી, કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશ ડિજિટલ ગર્વર્નન્સને એક નવો આયામ આપી રહ્યુ છે. e-RUPI વાઉચર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડીબીટીને વધુ પ્રભાવી બનાવવામાં બહુ મોટી ભૂમિકા નિભાવવાનુ છે.પીએમ મોદીએ જણાવ્યુ કે અત્યારે શરૂઆતના તબક્કામાં આ યોજના દેશના હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા બેનિફિટ પર લાગુ કરવામાં આવી રહી છે. સમય સાથે આમાં વધુ વસ્તુઓ જોડાતી જશે. જેમ કે કોઈના ઈલાજ પર ખર્ચ કરવા માંગતા હોય, કોઈ ટીબીના દર્દીઓની યોગ્ય દવાઓ અને ભોજન માટે આર્થિક મદદ આપવા માંગતા હોય કે પછી બાળકો અને ગર્ભવતી મહિલાઓને ભોજન કે પર્યાવરણ સાથે જોડાયેલી બીજી સુવિધાઓ પહોંચાડવા માંગતા હોય તો e-RUPI તેના માટે બહુ મદદગાર સાબિત થશે.