મુંબઈ : એરપોર્ટ પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને
Aastha Magazine
મુંબઈ : એરપોર્ટ પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને
કાયદો-કાનૂન

મુંબઈ : એરપોર્ટ પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેના કાર્યકર્તાઓએ બોર્ડને તોડી દીધુ

મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનો કંટ્રોલ હવે અદાણી ગ્રુપના હાથમાં છે અને શિવસેના શરૂઆતથી જ આના વિરોધમાં રહી છે. આ દરમિયાન સોમવારે શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટ પરિસરમાં તોડફોડ શરૂ કરી દીધી. વાસ્તવમાં એરપોર્ટ પરિસરમાં લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેનાના કાર્યકર્તાઓએ તોડી દીધુ. બે ડઝનથી વધુ શિવસેના કાર્યકર્તાઓએ પરિસરમાં ઘુસીને અદાણી ગ્રુપના આ બોર્ડને તોડી દીધુ. શિવસેનાએ આને છત્રપતિ શિવાજીનુ અપમાન ગણાવ્યુ છે અને કહ્યુ છે કે આ સહન કરવામાં નહિ આવે.આ દરમિયાન કોઈ સુરક્ષાકર્મી તેમને રોકતો પણ જોવા મળ્યો નહિ. જો કે તોડફોડ થઈ ગયા બાદ પોલિસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી. માહિતી મુજબ શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટના ગેટ નંબર 8 પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને તોડ્યુ છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજની એક મૂર્તિ પણ લાગેલી છે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ભાજપની નવી સરકારમાં 7 મંત્રીઓ ના પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Leave a Comment