



કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત થઈ હાલ ગુજરાત પરત ફર્યા છે. વજુભાઈ વાળા ગુજરાતમાં પરત ફર્યા ત્યારથી તેમના રાજકિય ભવિષ્યને લઈને તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બીજી તરફ વજુભાઈએ પણ એ સાફ કર્યુ છે કે તેઓ હજુ રાજનીતિમાંથી નિવૃત થવાના મુડમાં નથી. આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસે વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી હતી. વજુભાઈને ગુજરાતમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. મીડિયા સાથે વાત કરતા વજુભાઈએ કહ્યું હતુ કે, વિજય રૂપાણી નીડર નેતા છે. મેં તેમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે. જે જવાબદારી વિજયભાઇને સોંપવામાં આવે એ કામરીગી કરે છે. કોઇનો મારે સફાયો કરવો નથી, મારે ભાજપને આગળ વધારવું છે. ભાજપ સંગઠનના મહામંત્રી બદલવાના મામલે વજુભાએ જણાવ્યું હતું કે સંઘ પોતાના આયોજન મુજબ કામ કરતું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયાની જગ્યાએ રત્નાકરજીને કારભાર સોંપવામાં આવ્યો છે.