



યોગી ડિવાઇન સોસાયટીનું સુકાન પ્રેમ સ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ જીવન સ્વામીજી સંભાળશે. આ અંગેની જાહેરાત સંત ભગવંત સાહેબજીએ મોડી સાંજે કરી હતી. તમામ સંતોની સંમતિથી જાહેરાત કરી હતી. પ્રેમ સ્વરૂપદાસ સ્વામીજી અને પ્રબોધ જીવન સ્વામીજી મુખ્ય ગાદીપતિ નિમાયા છે. જ્યારે અન્ય 4 સંતો સ્વામીના હાથ નીચે કામ કરશે. જેમાં ત્યાગ વલ્લભ સ્વામી, અશોક પટેલ અને વિઠ્ઠલદાસ પટેલ સાથે મળી કામ કરશે
પ્રેમસ્વરૂપદાસ સ્વામી 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયેલા હતા. 1962માં તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે દરમિયાન તેઓ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. 10 ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામી સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી. તેના 5 દિવસ બાદ એટલે કે, 15 ઓક્ટોબર 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે ભગવી દીક્ષા લીધી હતી અને યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું.
પ્રેમસ્વરૂપદાસ સ્વામી આણંદના ધર્મજ ગામના વતની પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. તેઓની ઉંમર હાલ 75 વર્ષની છે અને હાલ તેઓ યોગી ડિવાઇન સોસાયટીના કોઠારી સ્વામી તરીકેની સેવા આપી રહ્યા છે.