નરેન્દ્ર મોદીની સલાહ : લોકોમાં પોલીસની નકારાત્મક છબિ બદલો
Aastha Magazine
નરેન્દ્ર મોદીની સલાહ : લોકોમાં પોલીસની નકારાત્મક છબિ બદલો
રાષ્ટ્રીય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ : લોકોમાં પોલીસની નકારાત્મક છબિ બદલો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ)ના પ્રૉબેશનરોને કહ્યું હતું કે તમારાં દરેક કાર્યમાં ‘નેશન ફર્સ્ટ, ઑલવેઝ ફર્સ્ટ’ના અભિગમનું પ્રતિબિંબ પડવું જોઈએ.
લોકોમાં પોલીસની નકારાત્મક છબિ બદલવાની સલાહ પણ મોદીએ તેમને આપી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ અકાદમીસ્થિત આઈપીએસ પ્રૉબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કરતા મોદીએ તેમને વિનંતી કરી હતી કે તમારાં કાર્યક્ષેત્રમાં કરવામાં આવતાં દરેક કાર્ય અને લેવામાં આવતાં તમામ પગલાંઓમાં રાષ્ટ્રહિત સમાયેલું હોવું જોઈએ અને તેનું યથાર્થ દર્શન થયું જોઈએ.
મોદીએ કહ્યું હતું કે તમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો ધ્વજ લઈને આગળ વધી રહ્યા છો તેથી તમારાં દરેક કાર્યમાં ‘નેશન ફર્સ્ટ, ઑલવેઝ ફર્સ્ટ’ના અભિગમનું પ્રતિબિંબ પડવું જોઈએ.
લોકોમાં પોલીસની નકારાત્મક છબિ એક મોટો પડકાર હોવાની બાબતને ધ્યાન પર લેતાં તેમણે કહ્યું હતું કે કોરોનાની મહામારીના આરંભના સમયગાળામાં તેમાં થોડું પરિવર્તન જોવા મળ્યું હતું અને લોકો ત્યારે પોલીસને મદદરૂપ થતા જોવા મળતા હતા, પરંતુ ધીરેધીરે જૂની પરિસ્થિતિ પાછી ફરી છે, એમ તેમણે કહ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ફૉર્સ (એનડીઆરએફ) લોકોમાં સારી છબિ અને વિશ્ર્વસનીયતા ધરાવતું હોવાની બાબતને ટાંકતા તેમણે સવાલ કર્યો હતો કે શું ભારતીય સમાજ પોલીસ દળ માટે પણ એ જ પ્રકારની લાગણી ધરાવે છે?
આનો ઉત્તર તમે જાણો જ છો એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને આતંકવાદ સામે લડતા લડતા અનેક પોલીસ અધિકારીઓ પોતાનો જીવ આપી દેતા હોવા છતાં લોકોમાં પોલીસની નકારાત્મક છબિ છે જે મોટો પડકાર છે.
ફરજ અને જવાબદારીને કારણે તેઓ તહેવારો ઉપરાંત સામાન્ય સંજોગોમાં પણ અનેક દિવસો સુધી પોતાનાં ઘરે નથી જઈ શકતા, પરંતુ જ્યારે લોકોમાં પોલીસની છબિનો સવાલ આવે છે ત્યારે કંઈ જુદું જ ચિત્ર જોવા મળે છે.
લોકોમાં પોલીસની નકારાત્મક છબિને બદલવાની જવાબદારી પોલીસદળમાં ભરતી થતા નવી પેઢીના લોકોની છે.
મોદીએ કહ્યું હતું કે છેલ્લાં ૭૫ વર્ષ દરમિયાન ભારતે પોલીસ સેવા અને તેની માળખાકીય સુવિધાઓમાં અનેક સુધારા કરવાનાં પ્રયાસ કર્યાં છે અને તાજેતરના વરસોમાં તેમાં ઘણો સુધારો થયેલો જોવા પણ મળી રહ્યો છે.
વર્ષ ૧૯૩૦થી વર્ષ ૧૯૪૭ દરમિયાન દેશની યુવાપેઢી એક જ લક્ષ્ય માટે એકજૂટ થઈને આગળ આવી હતી એવી જ અપેક્ષા આજની યુવાપેઢી પાસે રાખવામાં આવી રહી છે, એમ મોદીએ કહ્યું હતું.
એ સમયે લોકો દેશને સ્વરાજ્ય અપાવવા માટે લડ્યા હતા. આજે ‘સુરાજ્ય’ (ગુડ ગવર્નન્સ) માટે તમારે આગળ આવવાનું છે.
દેશ દરેક ક્ષેત્રમાં અને દરેક સ્તરે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે તે સમયે તમે તમારી કારકિર્દીનો આરંભ કરી રહ્યા છો એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે તમારી કારકિર્દીના આવનારાં પચીસ વર્ષ દેશના વિકાસ માટે પણ મહત્ત્વનાં હશે.
પોલીસદળમાં મહિલાઓનું પ્રમાણ વધારવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, ભારતના સ્વાતંત્ર્યની ૭૫મી વર્ષગાંઠ ગ્રામીણ સ્તરે કાર્યક્રમો યોજીને ઉજવવાની સલાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને આપી હોવાની માહિતી કેન્દ્રના રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના પ્રધાન અર્જુનરામ મેઘવાળે જાહેર કરી હતી.
ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્યની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ નથી, પણ એમાં લોકોને ભાગીદાર બનાવો, એ લોકોનો કાર્યક્રમ છે.
મોદીએ ભાજપના સાંસદોને દરેક મતદાર ક્ષેત્રમાંથી બે કાર્યકર્તાને કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગ્રામીણ ક્ષેત્રમાં મોકલવાની, ૨૦૪૭માં જ્યારે ભારત સ્વતંત્રતાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવશે ત્યારે ભારત કેવું હશે, એ વિશેના વિચારો લોકોને પૂછવા અને એમના વિચારો જાણવાની સલાહ આપી હતી.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની નાપાક હરકતો કરવાનુ બંધ નથી કરી રહ્યા

aasthamagazine

જમ્મુ-કાશ્મીર : મુઠભેડ 3 આતંકવાદીઓ ઠાર

aasthamagazine

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરશે

aasthamagazine

પિતા કલ્યાણ સિંહના અંતિમ દર્શન દરમિયાન ભાવુક થયા પુત્ર રાજવીર

aasthamagazine

દાઉદ ઇબ્રાહીમ સહિત ડી ગેંગ સામે કરી FIR રાષ્ટ્રીય તપાસ એજન્સી

aasthamagazine

અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં

aasthamagazine

Leave a Comment