



દેશની રાજધાનીમાં ૧૫ ઑગસ્ટને ધ્યાનમાં રાખીને સલામતી વ્યવસ્થામાં વધારો કરાયો હતો. દિલ્હીમાં ડ્રોનની મદદથી પણ હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને પગલાં લેવાઇ રહ્યા છે.
પાકિસ્તાન દ્વારા તાજેતરમાં સરહદ પાર ડ્રોનની મદદથી શસ્ત્રો અને કેફી પદાર્થો મોકલવાની ઘટનાને ધ્યાનમાં રાખીને તેમ જ ડ્રોનથી કોઇ હુમલો ન કરાય તે માટે તાજેતરમાં ડ્રોનને લગતી નિયામલી જાહેર કરાઇ હતી.
અગાઉ, મુલકી ઉડ્ડયન મંત્રાલયે ડ્રોનના ઉપયોગની સરળતા માટે નિયમાવલી જાહેર કરી હતી. દેશમાં ડ્રોન ઉડાવવા માટેના ફોર્મની સંખ્યા ડ્રાફ્ટ ડ્રોન રૂલ્સ, ૨૦૨૧માં ઘટાડીને છ કરી નાખવામાં આવી છે. માનવરહિત વિમાન સિસ્ટમ (યુએએસ)ના નિયમો, ૨૦૨૧માં આ સંખ્યા પચીસ હતી.
નવા નિયમોના મુસદ્દામાં કોન્ફરન્સ પ્રમાણપત્ર, જાળવણીનું પ્રમાણપત્ર જેવી વિવિધ મંજૂરીઓની જરૂરિયાતને પણ નાબૂદ કરવામાં આવી છે.
ડ્રોનના ઉડ્ડયન માટે ગ્રીન ઝોનમાં ૪૦૦ ફૂટ અને એરપોર્ટ પરિમિતિથી ૮થી ૧૨ કિમીના વિસ્તારમાં ૨૦૦ ફૂટ સુધી ઉડ્ડયનની પરવાનગીની આવશ્યક્તા રહેશે નહીં. ડ્રોન માટેના નિયમાવલીના મુસદ્દામાં સ્થાનાંતરણ અને ડિરજિસ્ટ્રેશન માટે પણ સરળ પ્રક્રિયા સૂચવવામાં આવી છે.
માઇક્રો ડ્રોન (બિનવ્યવસાયિક વપરાશ), નેનો ડ્રોન અને સંશોધન તથા વિકાસ સંસ્થાઓ માટેના ડ્રોન માટે પાઇલટ લાઇસન્સની જરૂર નથી, એમ ડ્રાફ્ટ કરવામાં આવેલા નિયમોમાં જણાવવામાં આવ્યું છે.
ડ્રોન માટેના ડ્રાફ્ટ નિયમો અનુસાર કાર્ગો ડિલિવરી માટે ડ્રોન કોરિડોર બનાવવામાં આવશે અને દેશમાં ડ્રોન-ફ્રેન્ડલી રેગ્યુલેટરી શાસનની સુવિધા માટે ડ્રોન પ્રમોશન કાઉન્સિલની રચના કરવામાં આવશે. ડ્રોન માટેના ડ્રાફ્ટ કરવામાં આવેલા નિયમો અંગે લોકોએ પોતાની ટિપ્પણી રજૂ કરવાની અંતિમ તારીખ પાંચ ઑગસ્ટ છે.
ભારતમાં નોંધાયેલી વિદેશી માલિકીની કંપનીઓના ડ્રોન ઑપરેશન પર કોઇ પ્રતિબંધ રહેશે નહીંse