ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Aastha Magazine
ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
માર્કેટ પ્લસ

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

સરકારી ઓઇલ કંપનીઓએ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1550 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યો છે.ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાના ઉપયોગવાળા 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. જુલાઈ મહિનામાં ઓઇલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા વધાર્યા હતા. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા યથાવત રાખવામાં આવી છે. આ સાથે કોલકાતામાં ગેસ સિલિન્ડરના ભાવ 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા, અને ચેન્નાઇમાં 850.50 રૂપિયા છે. રાંધણ ગેસ વપરાશ કર્તાઓને LPG ગેસ ભરવા માટે ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. આની પહેલા ગ્રાહક ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકતા ના હતા. હાલ અમુક શહેરમાં જ આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ તબ્બકામાં ચંદીગઢ, કોયમ્બતૂર, ગુરુગ્રામ, પુણે અને રાંચીમાં શરૂ કરવામાં આવી છે.દિલ્હી અને કોલકાતામાં આ ગેસની કિંમત 73 અને 72.50 રૂપિયા વધીને 1623 અને 1629 રૂપિયા થઈ ગયા છે. જયારે ચેન્નાઇ અને મુંબઈમાં 73.50 અને 72.50 ભાવવધારા સાથે 1761 અને 1579.50 રૂપિયા કરવામાં આવ્યા છે.

Related posts

સીએનજી-પીએનજી વધુ મોંઘા થયા

aasthamagazine

દર વર્ષની સરખામણીમાં પતંગ અને દોરીના ભાવમાં વધારો

aasthamagazine

પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાંથી આવકમાં 148 ટકાનો વધારો થયો

aasthamagazine

વરસાદની ખેંચના કારણે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના

aasthamagazine

દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment