મુખ્યમંત્રી રૂપાણી જન્મદિવસે સોમવારે રાજકોટમાં
Aastha Magazine
મુખ્યમંત્રી રૂપાણી જન્મદિવસે સોમવારે રાજકોટમાં
રાજકોટ

મુખ્યમંત્રી રૂપાણી જન્મદિવસે સોમવારે રાજકોટમાં

રૂપાણી સરકારને પાંચ વર્ષ પુર્ણ થતા હોય તેની રાજ્યવ્યાપી ઉજવણી તા.1થી શરૂ થવા જઇ રહી છે. સુશાસન સપ્તાહ હેઠળ થનાર આ ઉજવણીમાં તા.1ના રોજ જ્ઞાન શક્તિ દિન, તા.2ના રોજ સંવેદના દિન, તા.4જીએ મહિલા સશક્તિકરણ દિન, તા.5ના રોજ ધરતીપુત્ર સન્માન, તા.6ના રોજ યુવા શક્તિ દિવસ, તા.7મીએ ગરીક ઉત્કર્ષ દિન અને તા.8મીએ જન સુખાકારી દિવસ અને તા.9મીએ વિશ્વ આદીવાસી દીન તરીકે ઉજવણી કરીને તેને સંબંધિત વિવિધ કાર્યક્રમોની શ્રુંખલાનું આયોજન કરવામા આવ્યુ છે.

તેમા તા.2ના રોજ મુખ્યપ્રધાન રૂપાણીનો જન્મ દિવસ હોય આ અવસરે સંવેદનના દિનની ઉજવણીમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાવાના છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં સેવા સેતુ, ન્યારી ડેમ ખાતે ઘનિષ્ઠ વનીકરણ, રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ, કાલાવડ રોડ પર નિર્માણ થનાર માનસિક વિકલાંગ ગૃહના નવા બિલ્ડીંગનું ભૂમિપુજન, કોરોનામાં વાલી ગુમાવનાર બાળકને સહાય આપીને બાળ કલ્યાણ યોજનાનો શુભાંરત સહિતના કાર્યક્રમો માટે કલેકટર તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આવતીકાલે તા.1લીથી રાજકોટ સહિત રાજ્યભરમાં સુશાસન સપ્તાહની ઉજવણીનો ધમધમાટ શરૂ થવાનો છે.

શહેર, તાલુકા અને જિલ્લા મથકે તા.9મી સુધી વિવિધ કાર્યક્રમોની શ્રુંખલા શરૂ થશે. રાજકોટમાં તા.2ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના છે. દિવસભર ભરચક્ક કાર્યક્રમો રહેવાના છે. આ તમામ કાર્યક્રમો માટે કલેકટર તંત્ર દ્વારા ડોમ ઉભો કરવાથી માંડી તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કલેકટર અરૂણ મહેશ બાબુ છેલ્લા ત્રણ દિવસથી કાર્યક્રમની તૈયારીને લઇને મિટિંગનો દોર ચલાવી રહ્યા છે.

મુખ્ય કાર્યક્રમોમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં યોજાનાર સેવા સેતુ કેમ્પમાં હાજરી આપવાના છે. સેવા સેતુ કેમ્પમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સલંગ્ન મોબાઇલ નંબરમાં ફેરફાર, રાશન કાર્ડમાં નામ દાખલ કરવુ, રાશન કાર્ડમાં નામ સુધારા, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરુ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય, મા વાત્સલ્ય કાર્ડ, અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જીવનજયોત યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુક્ધયા સમુધ્ધિ યોજના, ભીમ એપ, લર્નિંગ લાયસન્સ, વૃધ્ધ પેન્શન યોજના, સાતબાર-આઠ/ના પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય સહિત સરકારી સહાય માટેની અરજી પ્રક્રિયા એક જ સ્થળેથી થશે.

આ ઉપરાંત ન્યારી ડેમ ખાતે ઘનિષ્ઠ વનીકરણનો મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરીને શુભાંરભ કરવામા આવશે. કાલાવડ રોડ પર કેન્દ્રિય વિદ્યાલય પાસે આવેલા માનસિક વિકલાંગગૃહના નવીનીકરણ માટે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભૂમિપુજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ ઉપરાંત રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામા આવશે. મોટાભાગના કાર્યક્રમોનું સંચાલન કલેકટર તંત્ર દ્વારા થઇ રહ્યુ છે.

Related posts

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાત્રિ કર્ફ્યૂથી વેપાર ધંધામાં મુશ્કેલી પડે છે : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

aasthamagazine

રાજકોટ : ઘર, બજાર કે ઓફિસ પાસે વાહન પાર્ક કર્યું તો પાલિકા ચાર્જ લેશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

રાજકોટ : યાજ્ઞીક રોડ પર શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ

aasthamagazine

Leave a Comment