



રાજકોટમાં મનપા સંચાલિત તેમજ સુરતમાં આવેલ પ્રાણી સંગ્રહાલયોનું આકર્ષણ વધારવા બન્ને ઝૂ વચ્ચે પ્રાણીઓ અદલાબદલી કરવા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં ઝૂમાંથી સફેદ વાઘ, શિયાળન, હોગ ડિયર અને સીલ્વર ફીઝન્ટની એક એક જોડી સુરત મોકલાશે જ્યારે સુરતથી રાજકોટમાં જળબિલાડી, દિપડાં, સફેદ મોર અને સફેદસ્પુનબિલની એક એક જોડી સહિત ૮ પ્રાણીઓ રાજકોટ ઝૂની શોભા વધારશે.જળબિલાડી રમતિયાળ અને લોકોને જોવું ગમે તેવું પ્રાણી છે જે રાજકોટ ઝૂમાં પ્રથમવાર આવશે. જ્યારે રાજકોટથી મોકલાતા સફેદ વાઘની વિશેષતા એ છે કે તે રાજકોટમાં જ જન્મેલા છે. ઝૂમાં નવા આવતા આ તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈનમાં અલાયદા રાખવામાં આવશેઅને તેમની હીલચાલનું ઝૂ સત્તાવાળાઓ દ્વારા અવલોકન કરાશે. પખવાડિયા બાદ તે મુલાકાતીઓ માટે પ્રદશત કરાશે