શક્તિપીઠ અંબાજી મંદિરની દાનની રકમમાં ઘટાડો
Aastha Magazine
શક્તિપીઠ અંબાજી મંદિરની દાનની રકમમાં ઘટાડો
ધાર્મિક-ધર્મયાત્રા

શક્તિપીઠ અંબાજી મંદિરની દાનની રકમમાં ઘટાડો

અંબાજી શક્તિ પીઠમાં દરરોજ 12 હજાર શ્રદ્ધાળુઓમાંતાજીના ચરણોમાં શિશ નમાવે છે. જ્યારે શનિ-રવિ હોય અથવા કોઈ તહેવાર હોય ત્યારે ૩૫ હજાર જેટલા શ્રદ્ધાળુઓમાંતાજીના ચરણોમાં શિશ નમાવવા આવતા હોય છે.
ગત વર્ષે કોરોના કાળમાં અંબાજી મંદિર ચાર માસ બંધ રહ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે અંબાજી મંદિર બેમાંસ બંધ રહ્યું હતું જોકે મંદિરની આવકમાં પણ કોરોના કાળમાં ફરક પડ્યો હતો કોરોનાની મહામારીમાં વર્ષ 2020-21માં શ્રદ્ધાળુઓએમાંતાજીના ભંડારામાં 9,04,95,069 રૂપિયા જ્યારે 2021-22માં 2,62,89,011 રૂપિયાના દાનથી ભંડારો ભરાયો હતો. જ્યારે વર્ષ 2020-2021માં 3,49,96,115 રૂપિયા જ્યારે 2021-2022માં 65,20,172 રૂપિયાની દાન ભેટ આવી હતી. આમ તો અંબાજી મંદિરમાં કોરોના કાળ પહેલા દરમાંસે 2 કરોડ જેટલું દાન ભેટ અને ભંડારની આવક થતી પરંતુ કોરોના કાળમાં અંબાજી મંદિરમાં દર મહિને આવક ઘટી અને વર્ષ 2020-21માં 1 કરોડ અને 2021-22માં 35 લાખ જેટલી થઈ છે. જોકે ગત વર્ષે કોરોનાની મહામારી બાદ શ્રદ્ધાળુઓનો ધસારો પણ ઓછો રહ્યો છે અને દાનની સરવાણી પણ ઓછી રહી હતી. જ્યારે કોરોના સંક્રમણ ઓછું થતા અને શક્તિપીઠના દ્વાર ખુલતા શ્રદ્ધાળુએ દાનની સરવાણી પણ વહાવી હતી ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અત્યારે માં અંબાના ચરણોમાં શિશ નમાવવા નમાવે છે અને દાનની સરવાણી પણ વહાવે છે. રાજયમાં કોરોના કેસ ઓછાં થતાં લોકડાઉન અને કર્ફ્યુના નિયમોમાં ઢીલાશ આપવામાં આવી છે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

PM મોદીએ અજમેર શરીફ દરગાહ ચાદર મોકલાવી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

અમિત શાહ નવરાત્રિ હોવાથી તેઓ માણસા કુળદેવીના દર્શન કરવા જશે

aasthamagazine

Leave a Comment