



કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા 15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. આ મુદ્દત 31 જુલાઇએ સમાપ્ત થતી હતી. ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. અમે તમામ વેપારી એસો.એ આ વેક્સિનેશન ડ્રાઇવને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને કેમ્પ પણ યોજ્યા છે.
વેક્સિનના જથ્થાની અછતના કારણે વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી. જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે, ત્યાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ પુરૂ થઇ ગયું હોવાનું અનુમાન છે. સમય ઓછો બચ્યો હોવાથી શહેરના વેક્સીનેશન સેન્ટરો પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી.