



કોરોના સંક્રમણ અને લૉકડાઉને કોઈના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે તેમાં પણ સૌથી વધુ અસર મધ્યમ અને ગરીબ વર્ગને થઈ છે. તેમને પેટે પાટા બાંધવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. લૉકડાઉનને કારણે પાયમાલ થઈ ચૂકેલા ગુજરાતીઓ આખરે ઘરેણા-દાગીના વેચવા મજબૂર થયા હતા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે કોવિડની બીજી લહેર દરમિયાન 111.5 મેટ્રિક ટન સોનું વેચવામાં આવ્યું. તેમાં પણ ગુજરાત સૌથી આગળ રહ્યું, જ્યાં 22 મેટ્રિક ટન અથવા તો કુલ સોનાનું 20 ટકા સોનું માત્ર ગુજરાતીઓએ જ વેચ્યું.
‘લૉકડાઉનને કારણે આર્થિક નુકસાનથી આવક પર ભારે અસર પડી છે. લોકોની નોકરીઓ છૂટી ગઈ છે અથવા તો આવકના સાધન પર અસર પડી છે. એવામાં પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાય લોકોએ સોનું અથવા દાગીના વેચી દીધાં. દેશભરમાં વેચાયેલા સોનામાં 20 ટકા સોનું ગુજરાતમાં જ વેચાયું.’ સોનાનું વેચાણ ક્યાંય વધુ થયું ચે. ‘કોરોના કાળમાં લોકોએ પોતાની જરૂરત અથવા તો મેડિકલ ખર્ચા ઉઠાવવા માટે સોનું વેચ્યું. કિંમતમાં વધારાને કારણે પણ કેટલાક લોકોએ પ્રોફિટ બુકિંગ માટે સોનું વેચી નાખ્યું.’
ગોલ્ડ ડિમાંડ ટ્રેડના રિપોર્ટ મુજબ ‘કોવિડની બીજી લહેરે ગ્રામીણ ભારતમાં આવકને પ્રભાવિત કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં વપરાશકર્તાઓએ પણ મોટી માત્રામાં સોનું વેચ્યું. લોકો પર આર્થિક માર પડ્યો અને મેડિકલના ખર્ચા માટે પણ સોનું વેચ્યું.’
ગોલ્ડ વેચવા ઉપરાંત ગોલ્ડ લોનમાં પણ વધારો જોવા મળ્યો. સોના સાથે લોકોની ભાવના જોડાયેલી હોય છે. માટે કેટલાક લોકોએ સોનું વેચવાને બદલે ગોલ્ડ લોન લઈ લીધી. ગોલ્ડની કિંમત વધુ હોવાને કારણે રિટર્ન પણ વધુ મળ્યું. RBIએ પણ વેલ્યુ રેશિયો 90 ટકા સુધીની લોનનો વધારી દીધો હતો. ત્રીજી લહેર કેટલી ભયાનક હશે તે વિશે હજી કંઈ અંદાજો નથી. જો કે બીજી લહેર દરમિયાન ગુજરાતમાં લૉકડાઉન નહોતું લગાવાયું ત્યારે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે ત્રીજી લહેરમાં પણ કામ-ધંધા પર તાળાં મારવા સરકાર નહી કહે, પરંતુ સ્વાસ્થ્ય પર દરેક નાગરિકોનો ખર્ચો વધશે તેમાં બીજો મત નથી. આવા મહામારીના સમયમાં આપણે માત્ર સાવચેતી અને શ્રેષ્ઠ આર્થિક આયોજન કરવું યોગ્ય રસ્તો છે