



અર્બન ફોરેસ્ટને હવે રામવન નામકરણ કરાયું છે. વૃક્ષારોપણ ઉપરાંત હવે ત્યાં રામજીવનની ઝાંખી જોવા મળશે. આ માટે 1.61 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સ્કલ્પચર્સ મુકવામાં આવશે. તમામ સ્કલ્પચર રાજકોટની જ એક આર્ટ સાથે જોડાયેલી એજન્સી બનાવવાની છે. છ મહિનામાં કામ પૂરું કરી દેવાશે અને ત્યારબાદ રામવનનુ જે બાકી કામ છે તે પૂરું કરીને વહેલામાં વહેલી તકે લોકભોગ્ય બને તે માટે પ્રયત્ન ચાલી રહ્યા છે.મેશનરી વર્ક, ફેરો સિમેન્ટ તેમજ ફાયબર સહિતના મટિરિયલનો ઉપયોગ કરાશે. ગેટ પર પહોંચતા જ ધનુષબાણની પ્રતિકૃતિ હશે. આ ઉપરાંત ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજીની મૂર્તિઓ ઉપરાંત રામ રાજ્યાભિષેક, સુગ્રીવ અને જાંબુવાન સાથે મેળાપ, સંજીવની પહાડ, રામ અને શબરી આ બધા પ્રસંગો પણ જીવંત કરાશે.