



તરણેતરના લોકમેળામાં પૌરાણિક મહત્વપની સાથોસાથ લોકજીવનનો ધબકાર ગૂંથાયેલો છે.હીરના દોરના ભરતની સુશોભિત છત્રીઓ તેની ખાસિયત છે.સુંદર ભરત ભરેલી સોળ-સોળ સળિયાની છત્રીઓમાં મોતીભરતથી ભરેલા પોપટ,મોરલાંથી સજજ કરેલી છત્રીઓ સાથે-યુવાન યુવતીઓ મન મૂકીને ગરબા રમે છે.ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ પ્રવાસીઓ, સંશોધકો,ઇતિહાસ પ્રેમીઓ, સહેલાણીઓ મેળો મહાલવા ઉમટે છે. પરંતુ કોરોનાની મહામારીએ આવા અનેક મેળા, પ્રદર્શન, રથયાત્રાઓ જેવા લોક ઉમંગના કાર્યક્રમોને ગ્રહણ લગાડ્યુ છે. આવા તહેવારો માત્ર લોકો માટે ઉજવણીનુ જ માઘ્યમ નથી પરંતુ આ તહેવારો અનેક લોકોને રોજગાર પણ આપે છે. પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળા પર પ્રતિબંધ લગાવાયો છે.ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર પછી હવે સુરેન્દ્રનગરમાં પણ શ્રાવણ મહિનામાં યોજાતા મેળા અને તરણેતરના મેળા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.