મિત્રનો સંબંધ બધા જ સંબંધોથી પર છે
Aastha Magazine
મિત્રનો સંબંધ બધા જ સંબંધોથી પર છે
યુથ કોર્નર

Friendship Day : મિત્રનો સંબંધ બધા જ સંબંધોથી પર છે

મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી.

નહિતર શું જરૂર છે આ ફ્રેંન્ડશીપ ડે ઉજવવાની? શું આપણે જીવનના દરેક દિવસને ફ્રેંન્ડશીપ ડે તરીકે ન ઉજવી શકીએ? મિત્રતા દિવસ ઉજવવા માટે કોઇ ચોક્કસ દિવસ હોવો એ કાંઇ જરૂરી નથી. પરંતુ આજે કોલેજોમાં તો આનું ખુબ જ મહ્ત્વ વધી ગયું છે. ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર આવ્યો એટલે બધા જ યંગસ્ટર તૈયાર થઈ જાય છે તેને ઉજ્વવા માટે અને ન જાણે કેટલાય રૂપીયા વેડફી નાંખે છે

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

સફળતાનું રહસ્ય..!

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Leave a Comment