



દેશમાં સીબીએસઈની ધો.12ની પરીક્ષામાં અપાયેલા માસ પ્રમોશનનું પરિણામ જાહેર થયું છે અને તે 99.37 ટકા રહ્યું છે. માસ પ્રમોશનમાં સામાન્ય રીતે તમામ વિદ્યાર્થીઓને ‘પાસ’ જ જાહેર કરવામાં આવે છે પણ નોંધાયેલા 1304561 વિદ્યાર્થીમાંથી 1296318 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા છે. કેન્દ્રીય વિદ્યાર્થીઓનું પરિણામ 100% રહ્યું છે. ફરી એક વખત છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓએ 99.67% પાસ થઈ છે તો છોકરાઓએ 99.13% પાસ થયા છે.