



કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે તા. ૨૯મી જુલાઇ-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૫૦ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,૨૦,૯૦૩ લોકોમાંથી ૫૦ ટકા એટલે કે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, ૭૭ લાખ ૫૭ હજાર ૬૧૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.
કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. સમગ્રતયા રાજ્યમાં તા. ૨૯મી જૂલાઇના દિવસે ૪ લાખ ૩૯ હજાર ૦૪૫ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.તા. ૨૯મી જુલાઇ સુધીમાં 3 કરોડ ૨૬ લાખ ૧૪ હજાર ૪૬૧ ડોઝ આપવામાં આવ્યાં છે.ગુજરાતમાં તા.૨૯મી જુલાઇ સુધીમાં જે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૬,૫૦૬ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પથી વધુ વયના ૧,૨૦,૭૧,૯૦૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૧,૦૮,૧૮,૪૩૪ લોકોનો સમાવેશ થાય છે.