



1 ઓક્ટોબરથી પ્રાઈવેટ અને સરકારી સેક્ટરના કર્મચારીઓને ફાયદો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો મોદી સરકાર 1 જુલાઈથી લેબર કોડના નિયમો લાગૂ કરવા માંગતી હતી પણ રાજ્ય સરકાર તૈયાર ન હોવાને કારણે હવે 1 ઓક્ટોબરથી લાગૂ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમોને માનવામાં આવશે તો કર્મચારીઓની બેસિક સેલેરી 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લેબર કોડના નિયમોને લઈને લેબર યૂનિયન માંગ કરી રહ્યુ હતુ કે કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરીને વધારીને 15000 રૂપિયાથી 21000 રૂપિયા કરવી જોઈએ. જો આવુ થાય છે તોતમારો પગાર વધી જશે.
વેતનમાં થશે ફેરફાર
નવા ડ્રાફ્ટ રૂલ મુજબ, મૂળ વેતન કુલ વેતનના 50 ટકા કે વધુ હોવુ જોઈએ. તેનાથી મોટાભાગના કર્મચારીઓનુ વેતનનુ સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. બેસિક સેલરી વધવાથી PF અને ગ્રેચ્યુટી માટે કપાતા પૈસા વધી જશે કારણ કે તેમા જનારા પૈસા બેસિક સેલેરીના સરેરાશમાં હોય છે. જો આવુ થાય છે તો તમારી ઘરે આવનારી સેલેરી ઘટી જશે રિટાયરમેંત પર મળનારો PF અને ગ્રેચ્યુટીનો પૈસો વધી જશે. લેબર યુનિયનની માંગ હતી કે ન્યૂનતમ બેસિક સેલેરીને વધારીને 21000 રૂપિયા કરવામાં આવે જેથી પીએફ અને ગ્રેચ્યુટીમાં પૈસા કપાયા બાદ પણ ટેક હોમ સેલેરીમાં કમી ન આવે.
ગ્રેચ્યુઇટી અને પીએફમાં યોગદાન વધવાથી રિટાયરમેંટ પછી મળનારી રકમમાં વધારો થશે.
પીએફ અને ગ્રેચ્યુટી વધવાથી કંપનીઓના રોકાણમાં પણ વધરો થશે.
પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારાની સાથે કંપનીઓના રોકાણ પણ વધશે. કારણ કે તેમને પણ કર્મચારીઓ માટે પીએફમાં વધુ યોગદાન આપવું પડશે. આ વસ્તુઓની અસર કંપનીઓની બેલેન્સશીટ પર પણ પડશે.
1 ઓક્ટોબરથી બદલાશે સેલેરી સાથે જોડાયેલા મહત્વના નિયમ
સરકાર
નવા લેબર કોડમાં નિયમો
1 એપ્રિલ 2021 થી લાગુ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવને કારણે અને કંપનીઓને એચઆર પોલિસીમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાના કારણે તેને ટાળવામાં આવ્યા હતા. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર લેબર કોડના નિયમોને
1 જુલાઈથી નોટિફાઈ કરવા માંગતી હતી