



ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ વર્ષ 2022ની ત્રીજી ત્રિમાસિકમાં થવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગઈકાલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે તેની પ્રગતિને અસર થઈ છે.
લોકસભામાં એક પ્રશ્ર્નના લેખિત ઉતરમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજયમંત્રીએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નો પ્રક્ષેપણ કાર્યક્રમ ફરીથી નિર્ધારિત કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય કામકાજ શરુ થવાને જોતા ચંદ્રયાન-3નું ત્રીજી ત્રિમાસિકમાં પ્રક્ષેપણ થવાની સંભાવના છે.
તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના કાર્યમાં આકૃતિને અંતિમ રૂપ આપવું, ઉપપ્રણાલીઓનું નિર્માણ, સમેકન, અંતરીક્ષ યાન સ્તરીય વિસ્તૃત પરીક્ષણ અને પૃથ્વી પર પ્રણાલીના અમલનાં મૂલ્યાંકન માટે અનેક વિશેષ પરીક્ષણ જેવી વિભિન્ન પ્રક્રિયાઓ સામેલ છે.