નગરપાલિકાઓને વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશેઃ
Aastha Magazine
નગરપાલિકાઓને વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશેઃ
ગુજરાત

નગરપાલિકાઓને વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે

વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી વહિવટથી પ્રોગ્રેસિવ બનાવવાની કાર્યપ્રણાલિ અપનાવવા રિજીયોનલ મ્યૂનિસિપાલિટીઝ કમિશનરોને સૂચના આપી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની ૧પ૬ નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું છે. આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આના પરિણામે નગરપાલિકાઓને લોકહિત-નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી શ્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો, શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓની પ્રજાલક્ષી કામગીરી સુગ્રથિત કરવા અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, ય્ેંડ્ઢઝ્રના ડિરેકટર શ્રી હાર્દિક શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, શહેરી હાઉસીંગ સચિવ શ્રી લોચન શહેરા તેમજ કમિશનર ઓફ મ્યૂનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલ અને મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી કમલ શાહ, રાજેશ રાવલ વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવતી નગરપાલિકાઓમાં લોક સુખાકારી-સગવડતા વધારતા કામોના લક્ષ્યાંક નિર્ધારીત કરીને આ કામો ત્વરાએ પૂર્ણ કરે તે આવશ્યક છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ એવું પણ સૂચન કર્યુ કે, પોતાના કાર્યક્ષેત્રમાં જે નગરપાલિકાઓ આવતી હોય તેના આવા વિકાસ કામો-લોકહિત કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડીયે ઇઝ્રસ્ નગરપાલિકાઓના પ્રમુખો ને ચીફ ઓફિસરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરે. એટલું જ નહિ, આ સમીક્ષા બેઠકની વિગતો અને રાજ્ય સરકાર સાથે હાથ ધરવાની થતી બાબતો માટે તમામ ઇઝ્રસ્ની દર મહિને એક રાજ્ય સ્તરીય બેઠક શહેરી વિકાસ વિભાગ અને કમિશનર ઓફ મ્યૂનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન કક્ષાએ યોજાય અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવું સૂચન પણ તેમણે કર્યુ હતું.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

યોગ વિશે યોગઆચાર્ય અજયભાઇ મકવાણા નું માર્ગદર્શન – 20/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

aasthamagazine

ગુજરાત : સાર્વત્રિક વરસાદના સંજોગો ઉભા થવાની શકયતા

aasthamagazine

કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન થી બચવાના ઉપાય

aasthamagazine

આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા

aasthamagazine

Leave a Comment