



શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં ૨૯ મીડિયા કર્મી અને મીડિયા હાઉસ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. પતિ રાજ કુંદ્રા જે પ્રકરણમાં આરોપી છે એપોર્નોગ્રાફી કેસ પ્રકરણમાં પોતાની પ્રતિભા ખરડાવતા અને ખોટા રિપોર્ટિંગ કરવા બદલ આ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ આવતીકાલે ૩૦ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે.
પોર્નોગ્રાફીક સાહિત્યના નિર્માણ અને વિતરણ પ્રકરણે પતિ રાજ કુંદ્રાની તપાસ અને તેની સંડોવણી ની તપાસ સંબંધે પોતાની કથિત સંડોવણી અને પ્રતિક્રિયા સંબંધે અહેવાલ વહેતા થયા છે. શિલ્પાએ મીડિયા હાઉસીસ પાસેથી બિનશરતી માફી તથા બદનક્ષી ભર્યા સાહિત્યને દૂર કરવાની અને રૃ. ૨૫ કરોડનું વળતર આપવાની માગણી કરી છે. કોઈ પણ જાતની ચકાસણી વિના ગુનામાં પોતાની સંડોવણી અને તપાસમાં સહભાગના નિવેદન માત્રથી પોતાના ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.
પોતાને ગુનગાર અને પતિને ગુનાહિત તપાસને લીધે પતિને ત્યજી દેનારી મહિલા તરીકે ચિતરવામાં આવી હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે. અરજીમાં એવો પણ આરોપ કરાયો છે કે તેણે કોર્ટમાં રજૂ ક રેલા દસ્તાવેજમાં ટાંકેલા મીડિયા હાઉટલેટ્સે ખોટા, હિન, અને બદનક્ષી ભર્યા નિવેદનો પ્રકાશિત કર્યા છે અને શિલ્પાને બદનામી નથી કરી પણ તેની પ્રતિભા પણ ખરડાવી છે.
સમાજમાં પોતાની પ્રતિષ્ઠાને ભરપાઈ થઈ શકે નહીં એવું નુકસાન કર્યું છે, એમ અરજીમાં જણાવ્યું છે. આવા બદનક્ષી ભર્યા સાહિત્યથી પોતાના સગીર બાળકો, વયસ્ક માતા પિતા અને નિકટવર્તીઓ સહિતના પરિવારના સભ્યોની પ્રતિભા પણ ખરડાવી છે. આથી પોતાના વ્યવસાય અને વેપારમાં પણ અસર થઈ છે. શિલ્પાએ કેસ દાખલ કર્યાની તારીખથી ૧૮ ટકા વ્યાજ સાથે પ્રતિવાદીઓ પાસેથી સંયુક્ત રીતે રૃ. ૨૫ કરોડનું વળતર માગ્યું છે.