



અમેરિકામાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં સ્થાનિક સમય મુજબ, બુધવારે મોડી રાત્રે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સમુદ્રમાં આવેલા ભૂકંપને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. USGSએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઊંડાઈ 45 કિલોમીટર નીચે હતી. જોકે ભૂકંપના આંચકા પછી કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું નથી.યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ રાત્રે 11:15 વાગ્યે ભૂકંપનો અનુભવ કર્યો, જે સપાટીથી 29 માઇલ નીચે હતો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર રહી છે. USGS મુજબ, ઓછામાં ઓછા બે આફ્ટરશોક હતા, જેની તીવ્રતા 6.2 અને 5.6 બતાવવામાં આવી છે.