રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
Aastha Magazine
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
ગુજરાત

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત 11 થી સવારે 6 સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ

રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓ ની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧ જૂલાઈ થી એક કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધી નો છે તે ૩૧ જૂલાઈથી રાત્રિના ૧૧.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો રહેશે. ૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ ૩૧ જૂલાઈ થી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે. કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

Related posts

શું ગુજરાત ડ્રગ્સની દેશમાં એન્ટ્રી માટેનો સૉફ્ટ ગેટ બની ગયું છે ?

aasthamagazine

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

aasthamagazine

ગુજરાત : જીએસટીના મુદ્દે કાપડ બજારોએ વિરોધ કર્યો

aasthamagazine

રાજ્યમાં કમોસમી વરસાદ LRD-PSI ની ભરતી કસોટી મોકૂફ

aasthamagazine

ગુજરાત : રાત્રિ કરફ્યૂ વધુ 10 દિવસ લંબાવાયો

aasthamagazine

ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે અને 1 નેશનલ હાઇવે સહિત 207 રસ્તા બંધ

aasthamagazine

Leave a Comment