IRCTC : ઓનલાઈન રેલવે ટિકિટ બદલાઈ ગયો નિયમ
Aastha Magazine
IRCTC : ઓનલાઈન રેલવે ટિકિટ બદલાઈ ગયો નિયમ
રાષ્ટ્રીય

IRCTC : ઓનલાઈન રેલવે ટિકિટ બદલાઈ ગયો નિયમ

રેલવેએ પોતાની ટિકિટ બુકિંગ સેવામાં ખૂબ સુધારો કર્યો છે. પહેલા રેલવેની ટિકિટ લેવા માટે બુકિંગ કાઉન્ટર સુધી લાંબા થવું પડતું હતું. હવે મોબાઇલમાંથી પણ ટિકિટનું બુકિંગ થઈ શકે છે. રેલવેની ટિકિટ બુક કરવા માટે તમારે IRCTCની વેબસાઇટ કે એપ પર જવાની જરૂર રહે છે. હવે રેલવેએ ટેકિટ બુકિંગ માટે મોબાઇલ અને ઇ-મેલ વેરિફિકેશન અનિવાર્ય કર્યું છે. જે બાદમાં જ તમે ટિકિટની ખરીદી કરી શકશો. આ નિયમ એવા લોકો માટે છે જેમણે લાંબા સમયથી ટિકિટ નથી ખરીદી. જોકે, આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં કરી શકાય છે. મુસાફરોએ રેલવેની સેવા શરૂ થયા બાદ પણ મુસાફરી કરવાનું ટાળ્યું હતું. આથી અનેક લોકોએ લાંબા સમય સુધી રેલવેની ટિકિટ બુક કરાવી ન હતી. હવે આવા લોકોએ આઈઆરસીટીસીની વેબ કે એપ મારફતે ટિકિટ ખરીદતા પહેલા મોબાઇલ નંબર અને ઇ-મેલનું વેરિફિકેશન કરાવવું પડશે. જે બાદમાં જ ટિકિટ બુક થઈ શકશે. બીજી તરફ જે લોકો નિયમિત રીતે ટિકિટ બુક કરાવતા રહ્યા છે તેમણે આ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.

– IRCTCના પોર્ટલ પર લોગીન કરશો ત્યારે વેરિફિકેશન વિન્ડો ખુલશે.

– પ્રથમથી નોંધાયેલો મોબાઇલ નંબર અને ઈ-મેલ દાખલ કરો.

– જમણી અને ડાબી બાજુએ એડિટ તેમજ વેરિફિકેશનનો વિકલ્પ આવશે.

– એડિટ પર જઈને તમે તમારો નંબર કે ઇ-મેલ પસંદ કરી શકો છો.

– વેરિફિકેશન વિકલ્પ પસંદ કરતા OTP આવશે.

– ઓટીપી દાખલ કરતા તમારો મોબાઇલ નંબર વેરિફાઈ થઈ જશે.

– આવી જ રીતે ઈ-મેલને પણ વેરિફાઇ કરી શકો છો.

– ઈ-મેલ પર આવેલા OTPને દાખલ કરવાનો રહેશે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

ખેડૂત માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ ‘કિસાન સારથી’ ને લોન્ચ કરી

aasthamagazine

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇ જવા પ્રતિનિધિ મંડળ સાથે રવાના

aasthamagazine

25 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કિસાન મોરચા દ્વારા આપવામાં આવ્યું

aasthamagazine

હિન્દુઓ જ્યાં કમજોર, ત્યાં ભારતની અખંડિતતા ખતરામાં- મોહન ભાગવત

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

Leave a Comment