રાકેશ અસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશનર
Aastha Magazine
રાકેશ અસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશનર
કાયદો-કાનૂન

રાકેશ અસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશનર

સીમા સુરક્ષા બળ (BSF)DG અને સુરત શહેરમાં સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પુર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મોદી સરકારમાં વધુ એક ગુજરાત કેડરના અધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ નિવૃત થવા જઈ રહ્યા છે રાકેશ અસ્થાના તેના થોડા દિવસ પહેલા જ મોદી સરકારે તેમને મોટી ભેટ આપી છે રાકેશ અસ્થાના 1984ની બેચના IPS ઓફિસર છે, જેમનો ભૂતકાળ ઘણો રસપ્રદ રહ્યો છે. તેમનો જન્મ ઝારખંડમાં રાંચીમાં થયો હતો અને IPS બનતા પહેલા તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા. તેમણે CBIના સ્પેશીયલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી જેમાં તે સમયના CBIના નિયામક અલોક વર્મા સાથે તેમનો વિવાદ બહુ જ પ્રચલિત બન્યો હતો. આ સિવાય અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ, લાલુપ્રસાદ યાદવનો ઘાસચારા કૌભાંડ અને વિજય માલ્યા લોન ડિફોલ્ટ કેસોની તપાસ રાકેશ અસ્થાના દ્વારા કરવામાં આવી છે. ઘાસચારા કૌભાંડના એક કેસમાં લાલૂ યાદવને સજા પણ થઈ છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા. પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરને કમાન્ડ એન્ડ કંટ્રોલથી સજ્જ કર્યું હતું. ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ છે જેમાં તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ ઉકેલી નાખ્યો હતો.

Related posts

બિલ્ડરો પૈસાનો રંગ અને જેલની સજાને જ સમજે છે: સુપ્રીમ કોર્ટ

aasthamagazine

બળાત્કાર કેસમાં આરોપી આસારામને જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી

aasthamagazine

સુપ્રીમ કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ફરી શરૂ થશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 28/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

Leave a Comment