



કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં પણ અનેક બાળકો નિરાધાર થયા છે. આવા બાળકોના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે હવે સરકારે આવા બાળકોના ભવિષ્યને લઈને આ મહત્વનું પગલુ ભર્યુ છે. જે બાળકોના માતા અથવા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય એવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને 2 હજાર રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવશે. આ યોજનાને મુખ્યમંત્રી બાળ સેવા યોજના નામ આપવામાં આવ્યુ છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોની યાદી બનાવી ખાતા ખોલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા બાળકોને સીધા બેંક ખાતામાં રાજ્ય સરકાર રૂપિયા જમા કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે પહેલા રાજ્ય સરકારે એવા બાળકોનો જ સમાવેશ કર્યો હતો, જેના માતા-પિતા બન્નેના મોત કોરોનામાં થયા હોય.