ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ
Aastha Magazine
ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ
કરન્ટ ન્યૂઝ

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.

નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે ૪૫૦૦ વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે.આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેજો દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણ રૂપ છે. ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે.

Related posts

બે દિવસ ઠંડી રહેશે ત્યાર બાદ ક્રમશ ઘટાડો થશે

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

આધ્ર પ્રદેશમાં પ્રલયથી 100થી વધુ ટ્રેનો રદ્દ

aasthamagazine

મહાનગરો ની ટ્રાફિક સમસ્યા

aasthamagazine

દિલ્હીમાં ૧૫ ઑગસ્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

aasthamagazine

Leave a Comment