મહારાષ્ટ્ર : વરસાદને પગલે મૃત્યુઆંક 164
Aastha Magazine
મહારાષ્ટ્ર : વરસાદને પગલે મૃત્યુઆંક 164
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર : વરસાદને પગલે મૃત્યુઆંક 164

મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી અતિ ભારે વરસાદ થવાથી ભીષણ પૂર આવ્યું છે. ઉપરાંત, ભૂસ્ખલનની ઘટનામાં રાયગઢના તાલિએ ગામમાં સૌથી વધુ ભૂસ્ખલનની ઘટના બની છે. રાયગઢ જીલ્લામાં 11 અને વર્ધા, અકોલા ખાતે 4 લોકોની લાશ મળ્યા બાદ આજે બપોર સુધીમાં 164 સુધી મૃત્યુઆંક પહોંચ્યો છે. હજુ પણ, 100 લોકો લાપતા છે. મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારે વરસાદને પગલે યાતાયાત બંધ છે. થાણે, નાસિક, પુણે અને થાલ ખાતે પણ આજે સવારથી તમામ રેલવે સેવાઓ બંધ કરાઈ છે. રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધી 2,29,074 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, રાયગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 71, સાતારામાં 41, રત્નાગિરીમાં 21, થાણેમાં 12, કોલ્હાપુરમાં 7, મુંબઇમાં 4, અને સિંધુદુર્ગ, પુણે, વર્ધા અને અકોલામાં 2-2 લોકોનાં મોત થયાં છે. જ્યારે 100 લોકો હજી લાપતા છે, એમ રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. રાયગઢમાં 53, સાતારામાં 27, રત્નાગિરીમાં 14, થાણેમાં 4 અને સિંધુદુર્ગ અને કોલ્હાપુરમાં 1- 1 વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. રાયગઢમાં અત્યાર સુધીમાં 34 લોકો, મુંબઇ અને રત્નાગિરીમાં 7, થાણેમાં 6 અને સિંધુદુર્ગમાં 2 લોકો ઘાયલ થયા છે. અજિત પવારે આજે સાંગલી જિલ્લાના વરસાદથી પ્રભાવિત વિવિધ ગામોની મુલાકાત લીધી હતી; અને કેટલાક વિસ્તારોમાં પૂરગ્રસ્તો સુધી પહોંચવા બચાવ બોટનો ઉપયોગ કર્યો હતો.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી : કુલ સંપત્તિ 3.07 કરોડ

aasthamagazine

ખેડૂત માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ ‘કિસાન સારથી’ ને લોન્ચ કરી

aasthamagazine

CDS બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ

aasthamagazine

LPG સિલેન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો

aasthamagazine

રામદેવ કોરોનીલ વેચવા જૂઠું બોલ્યાઃ સુપ્રીમ કોર્ટની સમક્ષ ડીએમએની રજૂઆત

aasthamagazine

સરકારે વેચી દીધી એયર ઈંડિયા : ટાટા સન્સે એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી લગાવી

aasthamagazine

Leave a Comment