



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર પોતાના માસિક કાર્યક્રમ મન કી બાતના 79મા એપિસોડમાં ખેતીના ક્ષેત્રે યુવાઓ તરફથી ઈનોવેશન દ્વારા થઈ રહેલ બદલાવો તરફ ધ્યાન અપાવવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ આપણે કંઈક નવું સિખીએ છીએ, આપણા માટે ખુદ નવા-નવા રસ્તાઓ ખુલવા લાગે છે. તેમણે કહ્યું કે, “જ્યાં પણ કંઈક નવું કરવાનો પ્રયાસ થયો છે, માનવતા માટે નવા દ્વાર ખુલ્યા છે, એક નવા યુગનો આરંભ થયો છે.” જેને તેમણે કેટલાક ઉદાહરણો સામે રાખી સમજાવવાની કોશિશ કરી.વડાપ્રધાને કહ્યું કે અગાઉ સફરજનની ખેતી માટે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોનો જ ઉલ્લેખ થતો હતો. પરંતુ હાલના દિવસોમાં મણિપુરમાં પણ ખેડૂતો પાતના બગીચાઓમાં સફરજનની ખેતી કરવા લાગ્યા છે. આના માટે અહીંના લોકોએ હિમાચલ જઈને જરૂરી ટ્રેનિંગ પણ લીધી છે. પીએમ મોદીએ આના માટે એક એરોનોટિકલ એન્જીનિયરનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યું કે, “કંઈક નવા કરવાના જુસ્સા સાથે યુવાઓએ મણિપુરમાં આ કારનામું કરી દેખાડ્યું છે. આજકાલ મણિપુરના ઉખરુલ જિલ્લામાં સફરજનની ખેતી જોર પકડી રહી છે. અહીંના ખેડૂતો પોતાના બગીચામાં સફરજન ઉગાવી રહ્યા છે. સફરજન ઉગાવવા માટે આ લોકોએ બકાયદા હિમાચલ જઈને ટ્રેનિંગ પણ લીધી છે. જેમાંથી જ એક છે ટી એસ રિંગફામી યોંગ. તેઓ વ્યવસાયે એક એરોનોટિકલ એન્જીનિયર છે.” આવી જ રીતે દિલ્હીમાં નોકરી કરનાર અવુન્ગશીનું પણ તેમણે નામ લીધું છે, જે નોકરી છોડીને ગામડે પરત ફરી ગઈ અને મણિપુરમાં સફરજનની ખેતી શરૂ કરી.મન કી બાતમાં પીએમ મોદીએ કોરોના મહામારીને કારણે આદિવાસીઓમાં પ્લમ (આલુ)ની ખેતી પ્રત્યે વલણ વધ્યું હોવાની પણ વાત કહી છે. વડાપ્રધાને કહ્યું કે, “આપણા આદિવાસી સમુદાયમાં પ્લમ બહુ લોકપ્રિય રહ્યું છે. આદિવાસી સમુદાયના લોકો હંમેશાથી પ્લમની ખેતી કરતા રહે છે. પરંતુ કોવિડ 19 મહામારી બાદ વિશેષ રૂપે તેની ખેતી વધતી જઈ રહી છે. ત્રિપુરાના ઉનાકોટીના આવા જ 32 વર્ષના મારા યુવા સાથી છે બિક્રમજીત ચકમા. તેમણે આલૂની ખેતીની શરૂઆત કરી ઘણો ફાયદો પણ કમાયા છે અને હવે તેઓ લોકોને પ્લમની કેતી કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે.” વડાપ્રધાન મુજબ પ્લમની ખેતી તરફ ખેડૂતોનું વલણ જોઈ રાજ્ય સરકારે પણ મદદ માટે હાથ આગળ વધાર્યા છે.