જામનગર : 3 કલાકમાં 10 ઈંચ વરસાદ
Aastha Magazine
જામનગર : 3 કલાકમાં 10 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છ સમાચાર

જામનગર : 3 કલાકમાં 10 ઈંચ વરસાદ

જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણામાં આભ ફાટ્યા બાદ 3 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. કાલાવડમાં પણ 4 કલાકમાં 6 ઈંચ વરસાદ થયો હતો. છોટાઉદેપુરમાં 7.5 ઈંચ, કવાંટમાં 6.73 ઈંચ અને ધ્રોલ તેમજ જોડિયામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેવાનુ પૂર્વાનુમાન કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ જ્યારે અમુક સ્થળોઓ મૂસળધાર વરસાદ વરસી શકે છે.0 ઈંચ વરસાદ ખાબકતા જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો. કાલાવડ પંથકના છતરમાં પણ ઘોડાપુર આવ્યુ હતુ. જેના કારણે વાહનો કોઝવે તણાઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આરસંગ નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. સોરઠના માણાવદરમાં 5, જૂનાગઢના વંથલી પંથકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેશોદ, મેંદરડામાં અઢી ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. રાજકોટના ગોંડલ તાલુકામાં શનિવારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે માત્ર 4 કલાકમાં 119 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.વરસાદના કારણે રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં એક દિવસમાં 10 સેમીનો વધારો થયો હતો. વરસાદના લીધે 22,772 ક્યુસેક પાણીની આવક થતા સપાટી 115.37 મીટર પર પહોંચી છે. વળી, રાજ્યના ઉકાઈ, વાતરક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં પાણીની આવક વધી છે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

કચ્છમાં હાલ પૂરતું અછતનું સંકટ હળવું બન્યું

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

Leave a Comment