Aastha Magazine
રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ
ગુજરાત

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ

સૌરાષ્ટ્રમાં ચોમેર વરસાદ . જામનગર જિલ્લામાં પણ ઉત્તમ વરસાદના વાવડ.જૂનાગઢ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ.ગિરનાર રોપ વે બંધ કરાયો . દામોદર કુંડમાં પગથિયાં પાણીમાં ડૂળ્યા
રાજકોટમાં દે ધનાધન..બપોરના 3 વાગ્યાથી જોરદાર વરસાદ . 1 કલાકમાં 2 ઇંચ વરસાદ.તમામ મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા નવસારી , વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ
ગીર – સોમનાથ વેરાવળ , સુત્રાપાડા , સોમનાથ , ભાલકા , બાદલપરામાં ધીમીધારે વરસાદરવિવારે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર વગેરે જિલ્લામાં પણ વરસાદ પડવાનીશક્યતા છે.ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. અમદાવાદ શહેરમાં મોડી સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી વધુ બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. સતત અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે વિસ્તારમાં કેટલાક સ્થળો ઉપર પાણી ભરાયા હતાં. જોકે થોડીકવારમાં જ તે ઉતરી ગયા હતા

Related posts

કટ્ટરપંથીઓએ કરી કિશન ભરવાડની હત્યા, મૌલવી સહિત 3 આરોપી ઝબ્બે

aasthamagazine

ગુજરાતમાં ખેડૂતો વીજ કાપથી પરેશાન : હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે

aasthamagazine

ગુજરાતના નાગરિકની વાર્ષિક માથાદીઠ આવક 2.13 લાખ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/02/2022

aasthamagazine

સરકારે નિર્ણય લીધો : દરેક સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત

aasthamagazine

3 દિવસમાં અધધ 92 હજારથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

aasthamagazine

Leave a Comment