



અમદાવાદ વિભાગની પાંચ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમયમાં પાંચથી દશ મિનિટનો ફેરફાર કરાયો છે. તા.૨૧ જુલાઇથી અમદાવાદ-હાવડા ૦૦ઃ૧૫ ને સ્થાને ૦૦ઃ૨૫ કલાકે ઉપડશે.
અમદાવાદ-બરૌની ૦૦ઃ૨૫ ને બદલે ૦૦ઃ૩૫ કલાકે ઉપડશે. સાબરમતી-જોધપુર મહેસાણા સ્ટેશન પર ૦૮ઃ૩૩ કલાકે પહોંચશે. સાબરમતી-ભગત કી કોઠી મહેસાણા સ્ટેશન પર ૦૮ઃ૫૩ની જગ્યાએ ૦૯ઃ૦૨ કલાકે પહોંચશે. જ્યારેપુણે-ભગત કી કોઠી મહેસાણા સ્ટેશને ૦૯ઃ૧૨ની જગ્યાએ ૦૯ઃ૧૮ કલાકે પહોંચશે.