



મુખ્યમંત્રી દ્રારા નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિઘાર્થીઓને પ્રથમ પદવીદાન સમારંભમાં પદવી એનાયત: વર્ગેમાં પ્રાથમિક શિક્ષણ અંગે તજજ્ઞ સાથે ચર્ચા બાદ નિર્ણય: પોરબંદર સાંદીપની આશ્રમના રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનીવસીટી ખાતે પદવીદાન સમારંમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલ ત્રીજી લહેરની સકયતાથી ભીડ એકઠી ન થાય તે માટે મેળાના આયોજન યોગ્ય ન હોય એવું સરકારને લાગે છે.રે પી ટી એસ ગ્રાઉન્ડ ખાતે હેલીપેડ ખાતે ઉતરાણ કયા બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા હતા તેઓનું કુલપતિ પ્રો ડો ચેતન ત્રિવેદી એ પુષ્પગુચ્છ તથા નરસૈયા ની પ્રતિમા આપી સ્વાગત કયુ હતું. જુનાગઢ ,ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા એમ ચાર જિલ્લાના કુલ ૩૦ ૩૬૨ વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.