



જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યુ છે. મળતી માહિતી મુજબ, આ શંકાસ્પદ ડ્રોન જમ્મુના સતવારી વિસ્તારમાં જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ જમ્મુમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા છે. પહેલી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા બે વિસ્ફોટ કરાયા હતા. ભારતમાં ડ્રોન બ્લાસ્ટનો આ પહેલો કેસ હતો, ત્યારબાદ સરકાર દ્વારા આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. પરંતુ આ ઘટના બાદ ખીણમાં સતત શંકાસ્પદ ડ્રોન દેખાઈ રહ્યા છે.સેનાએ સ્થાનિક પોલીસ સ્ટેશનને શંકાસ્પદ ડ્રોન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. જણાવી દઈએ કે ભારતીય નૌસેનાએ 10 જુલાઇએ જાહેરાત કરી હતી કે, જો કોઈ ડ્રોન નેવલ બેઝ આસપાસ દેખાય તો તેનો તાત્કાલિક નાશ કરવામાં આવે. આ વિસ્તારમાં ડ્રોન અને ખાનગી ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે