



અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ‘પેગાસસ પ્રોજેક્ટ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના 300 થી વધુ લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. આ યાદીમાં ઘણા પત્રકારો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. સામાન્ય લોકો આ ઘટનાને મોટા લોકોની બાબત કરીને નજરઅંદાજ કરી રહ્યા છે, પરંતુ દેશમાં સાયબર સુરક્ષાની સ્થિતિ ઘણી ગંભીર છે. સાયબર ક્રાઇમ બાદ સરકારે કાર્યવાહી માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ તેને રોકવા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા નથી. જેને કારણે આજે દેશમાં કોઈની જાસૂસી કરવા માટે લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, પણ 400-500 રૂપિયામાં તમે કોઈના પણ ફોનને હેક કરી શકો છો.
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ‘પેગાસસ પ્રોજેક્ટ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના 300 થી વધુ લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. આ યાદીમાં ઘણા પત્રકારો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. સામાન્ય લોકો આ ઘટનાને મોટા લોકોની બાબત કરીને નજરઅંદાજ કરી રહ્યા છે, પરંતુ દેશમાં સાયબર સુરક્ષાની સ્થિતિ ઘણી ગંભીર છે. સાયબર ક્રાઇમ બાદ સરકારે કાર્યવાહી માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ તેને રોકવા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા નથી. જેને કારણે આજે દેશમાં કોઈની જાસૂસી કરવા માટે લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, પણ 400-500 રૂપિયામાં તમે કોઈના પણ ફોનને હેક કરી શકો છો.એન્ડ્રોઇડ અને આઇફોન માટે ઘણાં સ્પાયવેર છે. આ માટે ઘણી વેબસાઇટ્સ પણ છે. તેમાંથી કોઈપણ વેબસાઇટ્સની મુલાકાત લઈને એકાઉન્ટ બનાવો. આ પછી, ત્યાં તમને મહિના અથવા વર્ષના સબ્સ્ક્રિપ્શનનો વિકલ્પ મળશે. તેમાંથી કોઈ એક સબ્સ્ક્રિપ્શન ખરીદો, પછી તમે જેને ઇચ્છો તેને લક્ષ્ય બનાવી શકો છો. આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સાઇટ તમને એક લિંક આપશે, જે તમારે કોઈક બીજા વ્યક્તિના ફોનમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેવી આ લીંક ફોન પર ઇન્સ્ટોલ થશે એટલે તમે તેની જાસૂસી કરી શકો છો. નાના કિસ્સાઓમાં આની કિંમત 400-500 અથવા તો 1000-2000 રૂપિયા હોય છે.તમારી જાસૂસી કરનાર વ્યક્તિ ફોટો ખેંચવા કે ફોન કરવાના બહાને તમારો ફોન લઈ જશે. તે પછી તે સ્પાયવેર ઇન્સ્ટોલ કરશે. આ સ્પાયવેર થોડીક જ KB હોય છે, તેથી તે થોડી સેકંડમાં ઇન્સ્ટોલ થઈ જશે. એકવાર તમારા ફોન પર ઇન્સ્ટોલ થઈ જાય, પછી તમે તેમને ખબર પણ નહીં પડે. રનિંગ એપમાં જોશો તો પણ તમને ખબર નહીં પડે.ત્યાં સ્પાયવેરનું સાચુ નામ બતાવશે નહીં, પરંતુ ત્યાં તેનું નામ એવી રીતે બતાવશે કે તમને શંકા ન થાય, જેમ કે વાઇફાઇ, બ્લૂટૂથ. સ્પાયવેર તમારા ફોનમાં પહોંચી ગયો છે, તો તેને પકડવો મુશ્કેલ છે. આ પછી હેકર્સ તમારી દરેક હિલચાલ જાણી શકે છે. સૌથી મોટો ભય તમારી બધી વાતો સાંભળવાનો છે, કારણ કે ફોનનું માઇક હંમેશા ચાલુ રહે છે. જો તમે કોઈ સાથે મીટિંગમાં બેઠા છો તો હેકર માઇક દ્વારા ત્યાં બધું રેકોર્ડ કરી શકે છે. ત્યારબાદ ઇન્ટરનેટ દ્વારા સ્થાનાંતરિત કરીને બધી વાતચીતો સાંભળી શકે છે. આ સિવાય, હેકર જ્યારે પણ ઇચ્છે ત્યારે તમારા ફોન દ્વારા ફોટા ક્લિક કરી અથવા રેકોર્ડ કરી શકે છે. આ બધું એટલું ચુપચાપ થશે કે તમને ખબર પણ નહીં પડે.સ્પાયવેરથી બચવાનો કોઈ નક્કર રસ્તો નથી. જો તમે રજિસ્ટર્ડ એન્ટી વાયરસ ખરીદો છો, તો તમે સુરક્ષા મેળવી શકો છો, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં હેકરો કોડિંગ દ્વારા એન્ટિવાયરસને બાયપાસ કરે છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ મુકેશના કહેવા મુજબ તમારે કોઈને પણ ફોનનો ઉપયોગ ન કરવા દેવો, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં ખૂબ નજીકના લોકો તમારી જાસૂસી કરે છે. જો તમને લાગે છે કે કોઈ તમારી જાસૂસી કરી રહ્યું છે, તો પછી ફોનના સેટિંગ્સમાં જાઓ, ત્યાં તમને રનિંગ એપ્સનો વિકલ્પ મળશે. પછી કોઈ પણ શંકાસ્પદ એપ્લિકેશન દેખાય તો નિષ્ણાંત દ્વારા તપાસ કરાવો. તમે સ્પાયવેરને અનઇન્સ્ટોલ ન કરી શકો તો ફોન અને વીડિયો સહિતની દરેક વસ્તુનું બેકઅપ લો અને આખા ફોનને ફોર્મેટ કરો.