



બકરી ઇદના તહેવાર અનુસંધાને હિન્દુ–મુસ્લીમ સમાજના આગેવાનો સાથે ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા અધ્યક્ષતામાં પ્રધુમ્નનગર પોલીસ સ્ટેશનમાં શાંતી સમિતીની બેઠક યોજાઇ હતી.જેમાં ઇદમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ૨૦૦ લોકો એકસાથે નમાઝ પઢવા એકત્ર ન થાય તેનો ખ્યાલ રાખવા તાકીદ કરવામાં આવી હતી.બકરી ઇદનો તહેવાર શાંતી પુર્ણ વાતાવરણમાં તથા કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે થાય તે હેતુથી ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી પી.કે.દિયોરાની અધ્યક્ષતામાં પ્ર.નગર, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી મસ્જીદો–ઇદગાહના મોલાનાઓ તથા હિન્દુ–મુસ્લીમ સમાજના આગેવાનો સાથે પી.આઈ એલ.એલ.ચાવડા, એ.એસ.ચાવડાની હાજરીમાં પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતીની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસીપીએ આગેવાનોને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને ધ્યાને રાખીને મસ્જીદ–ઇદગાહમાં નમાજના સમયે સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવું તથા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો તથા મસ્જીદની કેપેસીટી કરતા ૫૦ ટકા થી વધુ (૨૦૦ થી વધુ નહી) વ્યકિતઓ ભેગા ન થાય તે અંગે તકેદારી રાખવા મસ્જીદોના મોલાનાઓ તથા મુસ્લીમ સમાજના આગેવાનોને જણાવવામાં આવ્યું હતું.