



કોરોનાના કેસમાં ઘટાડો થતા રાય સરકાર દ્રારા ગાઈડલાઈન જાહેર કરી વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે.ત્યારે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ આ સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તેની અમલવારીનો સમય આજથી ૧ ઓગસ્ટ સુધીનો રહેશે.જેમાં વોટર પાર્ક અને સ્વીમીંગ પૂલ ૬૦ ટકાની કેપેસિટી સાથે ખોલવાની છૂટ આપવામાં આવી છે.પરંતુ સ્પા સેન્ટર હજુ પણ બધં જ રહેશે.સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અગાઉ ૯૭ થી ૨૦૭ સુધીનું સુધારા સાથેનું જાહેરનામુ આપ્યું હતું. મુદ્દત પુરી થતાં હવે આગામી ૧ ઓગષ્ટ્ર સુધીનું નવું જાહેરનામુ આપ્યું છે. જો કે તેમાં કર્ફયુ સમય રાતના ૧૦ થી સવારના ૬ સુધી તેમજ તમામ દૂકાનદારો સવારના રાત્રીના ૯ સુધી દૂકાનો ખુલી રાખી શકાશે એ નિયમો યથાવત રહ્યા છે. એટલે કે રાત્રી કર્ફયુના સમયમાં વધારો–ઘટાડો કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ વોટર પાર્ક અને સ્વીમિંગ પૂલોને ૬૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની છુટ અપાઇ છે. સ્પા સેન્ટરો હજુ પણ બધં જ રહેશે.પબ્લીક તથા પ્રાઇવેટ બસ સેવાઓ (નોન એ.સી. બસો) ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની છુટ આપવામાં આવી છે. જો કે બસોમાં મુસાફરોને ઉભા રાખી શકાશે નહીં. એસી બસની સેવાઓ ૭૫ ટકા સાથે ચાલુ રાખી શકાશે તેમજ બસ ટ્રાન્સપોર્ટને કર્ફયુમાંથી પણ મુકિત આપવામાં આવી છે.પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યાનો કર્ફયુ યથાવત રખાયો હોવાથી આ સમય દરમિયાન લોકોએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગેા, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહીં.આ ઉપરાંત છૂટછાટ વચ્ચે પણ પોલીસ જાહેરનામા ભંગ,સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની બાબતોમાં નિયમોની કડક અમલવારી કરાવશે.