



રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા. રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083 પર પહોંચી. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકોમાંથી સમગ્ર તયા 47 ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો. રાજ્યના 2678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી. આજે તા.20 જુલાઈએ રાજ્યમાં 4 લાખ 12 હજાર 499 લોકોનું રસીકરણ થયું છે