



ઈદ ઉલ અઝા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે.
બકરી ઈદ કુરબાનીનો સંદેશ આપે છે.
બકરી ઈદથી જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે, જે આ પ્રકારે છે – એવું માનવામાં આવે છે, કે પયગંબર હજરતને અલ્લાહે હુકમ કર્યો કે આપની સૌથી પ્યારી ચીજને મારા માટે કુરબાન કરી દો. પયગંબર સાહેબને પોતાનો એકનો એક દિકરો ઈસ્માઈલ, સૌથી વધારે પ્રિય હતો. ખુદાના હુકમ અનુસાર તેને પોતાના પ્રિય ઈસ્માઈલને કુરબાન કરવા મનાવી લીધો. આ વાતથી ઈસ્માઈલ પણ ખુશ હતો કે તે અલ્લાહની રાહ પર કુર્બાન થશે. બકરી ઈદના દિવસે જ જ્યારે કુર્બાનીનો સમય આવ્યો ત્યારે ઈસ્માઈલની જગ્યાએ એક દુમ્બા કુરબાન થઈ ગયો. અલ્લાહે ઈસ્માઈલને બચાવી લીધો અને પયગંબર સાહેબની કુર્બાની કબુલ કરી લીધી. ત્યારથી દરેક વર્ષે પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે.