



રાજકોટ શહેરના જળાશયોનું તળિયુ દેખાવા લાગતા મેયર ડો.પ્રદીપ ડવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રાજકોટના જળાશયોમાં નર્મદા નીર ઠાલવવા માગણી કરી હતી. આ પત્ર પાઠવ્યાના ફકત છ દિવસમાં મુખ્યમંત્રી રાજકોટ પર વરસ્યા હતા અને મોઢે માગ્યુ નર્મદાનીર ફાળવી દીધું હતું. ગઈકાલે નર્મદાનીરનો જથ્થો રાજકોટ માટે રવાના કરાયો હતો જે આજે સવારે ૧૦–૩૦ કલાકે ન્યારી–૧ ડેમ ખાતે આવી પહોંચ્યો હતો. ન્યારી ઉપરાંત આજી–૧માં પણ નર્મદાનીર ઠાલવવામાં આવનાર છે તે માટે પમ્પિંગ શરૂ થઈ ગયું છે. મોડામાં મોડું આજે સાંજ સુધીમાં આજી ડેમમાં પણ નર્મદાનીર આવી પહોંચશે.
રાજકોટના મુખ્ય જળોત આજી–૧ની કુલ ઉંડાઈ ૨૯ ફટ છે અને હાલ તેની સપાટી ૧૪.૯૦ ફટ છે તેમાં ૨૨૫ એમસીએફટી પીવાલાયક પાણી ઉપલબ્ધ છે. યારે ન્યારી–૧ની કુલ ઉંડાઈ ૨૫ ફટ છે અને તેની હાલની સપાટી ૧૩.૨૮ ફટ છે તેમાં ૩૨૯ એમસીએફટી પીવાલાયક પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. યારે ભાદર–૧ની કુલ ઉંડાઈ ૩૪ ફટ છે અને તેની હાલની સપાટી ૧૭.૨૦ ફટ છે. તેમાં હાલ ૧૩૯૦ એમસીએફટી પીવાલાયક પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.